ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 6 જાન્યુઆરીની રાત્રે, 8 વરિષ્ઠ તબીબી વિદ્યાર્થીઓએ કારમાં ત્રણેય જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. પછી તેણે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા હતો. સમગ્ર ઘટનાને પગલે રેગિંગ કરનાર 4 વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા છે. 


[[$googlead]]

ભાવનગર મેડીકલ કોલેજમા યુ.જી.મા અભ્યાસ કરનારા ત્રણ છાત્રોને ઢોર માર મારીને રેગિંગ કરનારા અન્ય ચાર મેડીકલના વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ભાવનગર મેડીકલ કોલેજની ઍન્ટી રેગિંગ કમિટીએ નિર્ણય કરતા શિક્ષણ જગતમાં હલચલ મચી જવા પામી છે, ભાવનગર મેડીકલ કોલેજની ઍન્ટી રેગિંગ કમિટીના રેગીંગ કરનારા ચાર છાત્રોને ઈન્ટર્નશીપ કમ્પલીશન સર્ટિફિકેટ નહી આપવા અને તેના બીજા ડિગ્રી સર્ટિફિકેટને પણ જપ્ત કરવાના નિર્ણયને પગલે મેડીકલ સ્ટૂડન્ટમા છાત્રો હડકંપ મચી ગયો છે.

આ અંગે ભાવનગર મેડીકલ કોલેજના ડીન ડૉ. સુશીલકુમાર ઝાએ જણાવ્યુ હતુ કે, ભાવનગર મેડીકલ કોલેજના આકાશ કરથિયા, ઈશાન કોટક અને અમન જોષી સહિતના ત્રણ છાત્ર સાથે રેગિંગ થયાની ઘટના સામે આવ્યા બાદ મેડીકલ કોલેજ પ્રશાસને તત્કાલ પ્રભાવથી ઍન્ટી રેગીંગ કમિટીની અગત્યની બેઠક આજે શનિવારના બપોરના બોલાવી હતી. દોઢ કલાક ચાલેલી ઍન્ટી રેગિંગ કમિટીની બેઠકમા ૧૧ સભ્યોએ હાજર રહ્યા હતા.ઍન્ટી રેગીગ કમિટીની બેઠકમા મેડીકલ કોલેજના એમીબીબીએસ ઈન્ટર્નશીપ કરનારા નરેન ચૌધરી, મિલન કાકલોતર, મન પટેલ અને પિયુષ ચૌહાણને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે.

[[$alsoread]]

આ ઉપરાંત ઈન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ અટકાવી દેવામા આવ્યા છે. તેમજ તેઓના તમામ સર્ટિફિકેટને પણ જપ્ત કરી લેવામા આવ્યા છે. અર્થાત તેઓના કોલેજમા જમા ડિગ્રીના સર્ટિફિકેટ તેને નહી મળે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાવનગર મેડીકલ કોલેજમાં યુ.જી.મા અભ્યાસ કરી રહેલા ત્રણ છાત્રનુ રેગીંગ કર્યાની ઘટના બહાર આવી હતી.રેગિંગની ઘટનાને પગલે પીડીત છાત્રએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ રહી છે.

ઍન્ટી રેગિંગ કમિટીમા બેઠકમા કોણ ઉપસ્થિત રહ્યા હતા ?

એન્ટી રેગિંગ કમિટીમા ડિન સુશીલ કુમાર ઝા, આર.વી.ડામોર (નાયબ પોલીસ અધિક્ષક), કે.બી.ચાંદલીયા, (સિટી મામલતદાર), એન.એન.સોંલકી. (નોડલ ઓફિસર), ગિરીશભાઈ પટેલ (એન.જી.ઓ.), મેહુલ વડોદરિયા, ( એન.જી.ઓ.), ડૉ.નિલેષ પારેખ (આમંત્રિત સભ્ય), ડૉ. અમીત પરમાર (આમંત્રિત સભ્ય).પ્રીતિ બહેન મહેતા, (વકીલ), ધીરૂભાઈ ધોળકીયા (ફ્રેશર વિદ્યાર્થીના વાલી), જીમીત ગઢવી ( ક્રેશર વિદ્યાર્થી),નેહલ પંચાલ (સભ્ય. પી.જી.મેડીકલ કોલેજ), પ્રગતિબહેન ત્યાગી (સભ્ય, રેસીડેન્ટ ડૉકટર), અક્ષયગીરી ગૌસ્વામી (જી.એસ.યુજી સ્ટુડન્ટ) સહિતના હાજર રહ્યા હતા.

પોણા બે વર્ષ બાદ ફરીથી રેગીંગની ઘટના સામે આવી

પોણા બે વર્ષ પહેલા એટલે કે, મે ૨૦૨૩મા પણ ભાવનગર મેડીકલ કોલેજમા એક રેગિંગની ઘટના બની હતી.જેને લઈને પણ ભારે ઊહાપોહ મચી ગયો હતો.રેગિંગની ઘટનાને પગલે રેસિડેન્ટ ડોકટરને બે વર્ષ માટે તગેડવાનો નિર્ણય કરાયો હતો.તેમ ભૂતકાળમા ઘટેલી ઘટના અંગે મેડીકલ કોલેજના સંસ્મરણો તાજા કરતા સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યુ હતું.

  • Follow us on: