અમરેલી લેટરકાંડને લઇ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. DDOએ જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાને સસ્પેન્ડ કર્યો છે. કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
અમરેલી લેટરકાંડમાં પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલા લઈને ત્રણેયને સસ્પેન્ડ કર્યાં છે. જેના બાદ સમગ્ર કેસની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. ત્યારે અમરેલી લેટરકાંડનો આરોપી સરપંચ સસ્પેન્ડ કરાયો છે. DDOએ જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા સસ્પેન્ડ કર્યા છે. આ કેસમાં કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડની કાર્યવાહી હાથ ધરાઇ છે. અમરેલી લેટરકાંડને લઇ હવે અનેક ખુલાસા થવાની શક્યાતા લાગી રહી છે.
લેટરકાંડ મુદ્દે ત્રીજા નંબરનો આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યો છે. આરોપી અશોક માંગરોળીયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ (59) હેઠળ હોદાપરથી દુર કરવા હુકમ કરાયો છે. અશોક માંગરોળીયા ઉપરના કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કર્યો છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા દ્વારા આરોપી સરપંચ સામે કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, વિઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રાની ધરપકડ કરવામાં આવી હતી.