- પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેનું કાર્યાલય સીલ
- BU પરમીશન ના હોવાના કારણે કરાયું સીલ
- અષ્ટ વિનાયક બિલ્ડીંગમાં આવેલ છે વિભાવરીબેનનું કાર્યાલય
ભાવનગરમાં કોર્પોરેશનની મોટી કાર્યવાહી સામે આવી છે. પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેનું કાર્યાલય સીલ થયુ છે. તેમાં BU પરમીશન ના હોવાના કારણે સીલ કરાયું છે. જેમાં અષ્ટ વિનાયક બિલ્ડીંગને સીલ કરાયું છે. ત્યારે અષ્ટ વિનાયક બિલ્ડીંગમાં વિભાવરીબેનનું કાર્યાલય આવેલ છે.
રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડમાં 28 લોકોનાં મૃત્યુ થયા
રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડમાં 28 લોકોનાં મૃત્યુને લઈને હાઇકોર્ટની ઝાટકણી બાદ સરકાર સફાણી જાગી છે અને રાજ્યભરમાં ફાયર સેફટી કે બી.યુ.પરમિશન વગર ચાલતાં એકમોને સીલ કરવા તેમજ ફાયર એનઓસી ના હોય તેવા એકમ ધારકો સામે ગુનો નોંધવાનો આદેશ આપતા તંત્ર દ્વારા ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતાં માર્કેટ, ગેમ ઝોન સહિતનાં તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી થઈ રહી છે.
રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતનાં મહાનગરોમાં ચેકિંગ
રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતનાં મહાનગરો અને તાલુકા કક્ષાએ પણ ધડાધડ સીલિંગ અને નોટિસ સાથે માલિકો અને મેનેજરો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા ચાર મહાનગર સહિતનાં સ્થળોએ ફરિયાદ સહિત 1000થી વધુ એકમો સીલ કરવામાં આવ્યાં છે.જેમાં અમદાવાદમાં ફાયર એનઓસી સહિતના નિયમોને લઈ કુલ 42 એકમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 12 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત વડોદરામાં પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસતંત્રની 16 ટીમ બનાવી ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન, હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શાપિંગ મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાધે ટેક્સટાઇલ માર્કેટમાં 411, દુકાનોને સીલ કરવામાં આવી
વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન તેમજ હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગેમ ઝોન બંધ કરાવવા ઉપરાંત સીલ મારવાની અને નોટિસો આપવાની કાર્યવાહી કરવામાં હતી. આ કામગીરી માટે પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસતંત્રની 16 ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મનપા અને ફાયરના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ વરાછા ઝોન-બીમાં ટર્નિંગ પોઇન્ટ, ઉત્રાણ, 57 દુકાનો સીલ, ગેલેક્સી આઇકોન માર્કેટમાં 23 દુકાન , રાધે ટેક્સટાઇલ માર્કેટમાં 411, દુકાનોને સીલ કરવામાં આવી છે.
મોરબીમાં પણ બે હોસ્પિટલને નોટિસ આપવામાં આવી
તેમજ વરાછા એ ઝોનમાં જે. એમ. પેકેજિંગ, યુનિક બિઝનેસ હબ 3 દુકાન, ઇજી કોર્પોરેશન ભુખારિયા એપલ સ્ક્વેર 2 દુકાન, શાદીસ ઓફ શગુન એપલ સ્ક્વેર 2 દુકાન, ટેબલ ગોડાઉનની 5 દુકાન, લિયોનાર્દ સ્ક્વેમાં 1 દુકાન, મન્નત ગરબા એન્ડ ડાન્સ દુકાન 1, શ્યામ ગરબા એન્ડ દોઢિયા ક્લાસીસ, આસ્થા ફર્નિચર, આવકાર એન્ટપ્રાઇઝ , ધીરાજ અનુપમ ધ બિઝનેશ હબ, ચેયર ઝોન, નિલકંઠ એન્ટરપ્રાઇઝ અભિષેક આર્કેડમાં, મનસ્વી ફિઝિયોકેર, નિલકંઠ પ્લાઝા 3 દુકાન, અમેઝોન ગોડાઉન પુણા ગામ 3 દુકાન, પંથ ક્રિએશન, સહજાનંદ બી-1, બી-3 ઓનલાઇન, બી- 4 વેલવેટ, શાયોના પ્લાઝા કતારગામ ઝોનમાં જિમ હાઉસ કતારગામને સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢ મનપાએ સૂરજ સિનેપ્લેક્સ, પાવરજીમ, વિશાલ ટાવર સહિત 20 દુકાનને સીલ કરતા શહેરમાં ચકચાર પ્રસરી ગઈ હતી તેમજ પોરબંદરમાં પાંચ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી આનંદ સર્જિકલ હોસ્પિટલમાં ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું હોવાથી સીલ કરવામાં આવી હતી. મોરબીમાં પણ બે હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે.









