સુરતના ઉધના પોલીસ દ્વારા સૌથી મોટા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, સાયબર ફ્રોડ માટે બેંક કીટ મોકલી 200 કરોડનું ફ્રોડનું ઝડપી પાડયું છે, સમગ્ર સાયબર ફ્રોડમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બને આરોપીઓ ડિજિટલ એરેસ્ટ ગેમિંગ દ્વારા આચરતા સાયબર ફ્રોડને એકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા. બને આરોપી મલેશિયા અને ક્યુબામાં નેટવર્ક ધરાવતી ચાઈનીઝ ગેંગ માટે 100 જેટલા એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા હોવાનું બહાર આવ્યું છે.


[[$googlead]]

ચાઈનીઝ ગેંગ માટે 100 એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા

[[$alsoread]]

સાઈબર ફોડ માટે બેંક કિટ દિલ્હી મોકલવાનું ઉધના પોલીસે પકડેલું રેકેટ ૨૦૦ કરોડને આંબી ગયું હતું. સુરતથી ઝડપાયેલા બે ટાઉટ મલેશિયા અને ક્યુબામાં ધરાવતી ચાઇનીઝ ગેંગ માટે ૧૦૦ જેટલા એકાઉન્ટ પ્રોવાઇડ કરી ચૂકયા હતા. ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવાયેલી વ્યક્તિઓ તથા ગેમિંગ એપના માધ્યમથી મેળવેલા નાણાં જમા લેવા અને ટ્રાન્સફર કરવા માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સુરતમાંથી સાઈબર ફોડ ગેંગ માટે એકાઉન્ટ પૂરી પાડતી ટોળકીનો પર્દાફાશ

ફોડ, ગેમિંગ, બેટિંગ દ્વારા આચરાતા સાઇ બર ફ્રોડ માટે એકાઉન્ટ પ્રોવાઈડ થતાં ઉધના પોલીસે બાતમીના આધારે ગત અઠવાડિયે રામનગર ચાર રસ્તા પાસેથી એક યુવકને બેંક કિટ સાથે આંતર્યો હતો. આ કિટ તેને મીત પ્રવીણ ખોખાર (ઉ.વ.૨૫, રહે. વ્રજરત્ન રેસિડન્સી, વજચોક, સરથાણા જકાતનાકા-મૂળ પાંચટોમરા, ગારિયાધર, ભાવનગર)એ ડિલિવરી માટે આપી હોવાનું જણાવતાં તેની અટકાયત કરાઇ હતી. પાર્થની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતાં સુરતમાંથી સાઈબર ફોડ ગેંગ માટે એકાઉન્ટ પૂરી પાડતી ટોળકીનો પર્દાફાશ થયો હતો.

પોલીસે આરોપી પાસેથી 21 ક્રેડિટકાર્ડ જપ્ત કર્યા

મીત મારફત લોકોના બેંક એકાઉન્ટ મેળવી તેના આધારે સિમકાર્ડ તથા ટેકસ્ટાઈલ પેઢી બનાવી તેમાં મલેશિયાથી નેટવર્ક ચલાવતાં ચાઇનીઝ ગેંગ દ્વારા કરાતી સાઇબર ફોડના નાણાં જમા લેતા હતા. પોલીસે કિરત જાધવાણીને પણ દબોચી ૭ મોબાઇલ, અલગ-અલગ બેંકના ૨૧ ડેબિટ કાર્ડ, ૩૦ ચેક બુક, ૨ કોમ્પ્યૂટર સીપીયુ, ૫ લેપટોપ, રોકડા ૩.૮૪ લાખ, નોટ ગણવાનું મશીન, કટર મશીન મળી કબજે લીધા હતા. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. દેસાઈએ જણાવ્યું હતું કે કિરત અને દિવ્યેશ ક્યુબાના નંબરનો ઉપયોગ કરી મલેશિયાથી નેટવર્ક ચલાવતાં રિચપે નામથી આઇ.ડી. ધરાવતા શખ્સ માટે કામ કરતા હતા. રિચપે ક્યુબાનો નંબર ઉપયોગ કરતો હતો. જે એકાઉન્ટ ભાડે લેવાયા હતા તેને નેટ બેન્કિંગનો આઈ.ડી., પાસવર્ડ જનરેટ કરી ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે રોઝરપે એપ મારફત મોકલી આપતા હતા.

 

  • Follow us on: