અમદવાદમાં પાલડી વિસ્તારમાં આવેલ આવિષ્કાર ફલેટમાં DRI અને ATS દ્વારા સંયુક્તપણે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. DRI અને ATSને બાતમી મળી હતી અને બાતમીના આધારે પાલડી વિસ્તારમાં આવેલ આવિષ્કાર ફ્લેટમાં દરોડા પાડતા સોનાનો ખજાનો મળ્યો. DRI અને ATSએ હાથ ધરેલ દરોડામાં 95.9 કિલો સોનાના બિસ્કિટ અને મોંઘીદાડ ઘડિયાળ મળી આવી. આ ઉપરાંત દરોડા દરમિયાન 70 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી.
દરોડામાં મળ્યો સોનાનો ખજાનો
પ્રાપ્ત વિગત મુજબ DRI અને ATSએ આવિષ્કારના જે ફલેટ પર દરોડા પાડ્યા તે મુંબઈમાં રહેતા મેઘ શાહે ભાડે રાખ્યો હતો. હાલમાં મેઘ શાહની બહેન પમ્મી ફ્લેટ નં. 403માં રહે છે. અને પમ્મી શાહના ઘરે રેડ બાદ ફ્લેટ નં.104માં રેડ પાડવામાં આવી.ફ્લેટ નંબર 104માંથી રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મેઘ મહેન્દ્ર શાહ મુંબઈનો મોટો શેર દલાલ છે. DRI અને ATSએ હાથ ધરેલ દરોડાની કાર્યવાહી બપોરે શરૂ કરી હતી જે મોડી રાત સુધી ચાલી હતી.
સ્થાનિકોને બંધ ફલેટમાં અવર-જવર થતા થઈ શંકા
એજન્સીઓએ બાતમીના આધારે રેડ પાડતા બંધ ફલેટમાંથી 95.9 કિલો સોનાના બિસ્કિટ અને કરોડોની રકમ મળી આવી હતી. DRI અને ATSને બંધ ફલેટમાંથી સોનાનો ખજાનો મળી આવ્યો. દરોડામાં સોનાના બિસ્કીટ અને કરોડોની રકમ મળી આવી હતી જેની ગણતરી કરવા 8 મશીન અને સોનાના બિસ્કીટના વજન માટે 6 વજન કાંટા મંગાવવા પડયા હતા. આવિષ્કારના બંધ ફલેટ મેઘ શાહે છેલ્લા ત્રણ વર્ષથી ભાડે રાખ્યો છે. અને આ ફલેટ બંધ હોવા છતાં ત્યાં સતત અજાણ્યા લોકોની અવરજવર જોવા મળી હતી. શેરદલાલ મેઘ શાહનો આ ફલેટ બંધ હાલતમાં હોવા છતાં ત્યાં લોકો દિવસ દરમિયાન તો ઠીક રાત્રે પણ અવરજવર કરતા અને તેમની સાથે મોટા થેલા જોવા મળતા. અને એટલે જ ત્યાંના સ્થાનિકોમાં બંધ ફલેટમાં કંઈક ગરબડ હોવાની ચર્ચા થવા લાગી.
મોટા કૌભાંડની આશંકા
દરમિયાન હાલમાં એક સ્થાનિક દ્વારા આ મામલે ગુજરાત ATSને માહિતી આપતા એજન્સીએ પણ બંધ ફલેટની વિગતોની તપાસ કરી. એજન્સીએ બંધ ફલેટની રેકી કર્યા બાદ સોમવારે DRI અને ATSએ સંયુકતપણે આવિષ્કા ફલેટમાં બંધ ફલેટ પર દરોડાની કાર્યવાહી કરી. હાલમાં દરોડામાં સોનાના ખજાના સાથે લાખોની રોકડ મળી છે. અને આગામી સમયમાં આ મામલે વધુ તપાસ કરતાં મસ મોટું કૌભાંડ બહાર આવવાની શકયતા દેખાઈ રહી છે.









