ઉત્તરાયણનું પર્વ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયું હતું. ગુજરાતીઓએ પતંગ, ચીક્કી, ઉંધીયુ, ફાફડા, જલેબી અને ચિક્કીની ખુબ જ જયાફતો માણી હતી. જો કે ઉતરાયણનું પર્વ પૂર્ણ થઇ ચુક્યું છે. જો કે હંમેશા ઉજવણીનું કોઇને કોઇ બહાનું શોધી લેતા અમદાવાદીઓએ ઉતરાયણમાં પણ વર્ષો પહેલા છટકબાકી શોધી લીધી હતી. આ છટકબારી હવે લગભગ ગુજરાતના ખુણે ખુણા સુધી પહોંચી ચુકી છે.
અમદાવાદથી શરૂ થયેલો વાસી ઉત્તરાયણનો કોન્સેપ્ટ હવે લગભગ ગુજરાતના દરેક ખુણે ખુણા સુધી પહોંચી ગયો છે. ગુજરાતનાં મોટા ભાગના નગરો અને મહાનગરોમાં વાસી ઉત્તરાયણ હવે ઉજવાતી થઇ ગઇ છે. મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ આ દિવસે અધિકારીક રીતે રજા આપતી થઇ છે. આજે આ વાસી ઉત્તરાયણ માટે સમગ્ર ગુજરાત ફરી એકવાર ધાબે ચડી ગયું છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આજે વાસી ઉતરાયણની ઉજવણી ચાલી રહી છે. ઉત્તરાયણ બાદ વાસી ઉતરાયણના દિવસે પણ લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.













