• હોસ્પિટલ અને જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે આપીને કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો

  • ઢોર નિયંત્રણનો કાયદો લાવ્યા બાદ માલધારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો
  • હોસ્પીટલમાં જઇને મહિલા-બાળકો સહિત બધા દર્દીઓને વિનામુલ્યે દૂધનું વિતરણ કર્યુ હતુ

ધ્રાંગધ્રામાં દરરોજ આવતુ 40 હજાર લીટર દૂધ ડેરીમાં ભરવા કે વેચવાના બદલે માલધારીઓએ દૂધ ભેગુ કરી હોસ્પિટલ અને જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે આપીને કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર દ્વારા ઢોર નિયંત્રણનો કાયદો લાવ્યા બાદ માલધારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાંય કાયદો પરત ન ખેંચાતા માલધારી સમાજના ધર્મગુરૂઓ અને આગેવાનો દ્વારા સમગ્ર રાજ્યમાં એક દિવસ માટે કોઇ પણ માલધારીએ દૂધ ડેરીમાં ભરવાનુ નહી કે કયાય ઘેર ઘેર આપતા કે મીઠાઇ સહિતની દૂધની બનાવટ માટે પણ દૂધ વેચવાનુ નહીં એવી અપીલ કરાઇ હતી. જેના પગલે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ ડેરીઓમાં દરરોજનું ત્રીસેક હજાર લીટર ભરવામાં આવતુ હોય છે બીજુ ઘેર ઘેર ફાળવાતુ હોય અને મીઠાઇ, આઈસક્રીમ સહિતની દૂધની બનાવટ માટે પણ માલધારીઓ આપતા હોય છે. પરંતુ સત્યાગ્રહના આહવાનને લઇ ધ્રાંગધ્રાના માલધારીઓએ મચ્છુ માતાજીના મંદિરે દૂધ એકઠુ કર્યુ હતુ. જ્યાં શહેરના ગરીબ લોકોને વિનામુલ્યે દૂધ આપવામાં આવ્યુ હતુ બીજી તરફ માલધારીઓ દ્વારા સરકારી હોસ્પીટલમાં જઇને પણ મહિલા-બાળકો સહિત બધા દર્દીઓને વિનામુલ્યે દૂધનું વિતરણ કર્યુ હતુ.


  • Follow us on: