અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળ્યો છે,ત્યારે સાઉથ બોપલમાં ફરી રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે,જેમાં સાઉથ બોપલમાં પગપાળા જતા બે વ્યકિતને નબીરાએ 10 ફૂટ સુધી ઢસેડયા હતા જેના ડરામણા cctv સામે આવ્યા છે.
સાઉથ બોપલમાં ગઈકાલે સર્જાયો હતો અકસ્માત
અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વાહનચાલકો બેફામ બની રહ્યા છે. ત્યારે અમદાવાદના બોપલમાં બનેલી ઘટનના જોઈ તમે પણ હચમચી જશો. એક કાર પુરપાટે આવી પાછળથી બે લોકોને ઉલાળીને ઢસડ્યા હતા. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડ્યા છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. જે આરોપી હાર્દિકસિંહ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે,આરોપી એક ખાનગી કંપનીમાં કોમ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા vip રોડના મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસેથી કારે પગપાળા જઇ રહેલા બે રાહદારી શરદ અને અમોલ ને અડફેટે લઇ 10 ફૂટ ફંગોળ્યા હતા. આ બંને યુવક મહારાષ્ટ્રથી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ ચાલતાં જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા કાર ચાલકે બેફામ ગતિએ ગફલતભરી કાર હંકારી અકસ્માત સર્જ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી...જો કે અકસ્માતમાં બન્ને યુવકોને ઇજાઓ થઈ છે મોટી જાનહાની થતા અટકી હતી.
અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે
જોકે હાલ પોલીસે સીસીટીવીને આધારે આરોપીની ધરપકડ ગણતરીના કલાકોમાં કરી લીધી છે અને જેલ હવાલે ધકેલી દીધો છે નોંધનીય છે કે અકસ્માત થાય ત્યારે પોલીસ તંત્ર સફાળું જાગે છે અને ઠેર ઠેર ટ્રાફિક નિયમો સમજાવવા માટે પોલીસ તંત્ર મેદાને આવે છે અને કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે પરંતુ શહેરમાં અકસ્માતોનો સિલસિલો હજી યથાવત જ રહ્યો છે ત્યારે શહેરમાં જો ઠોસ કાર્યવાહી થતી હોત તો કદાચ અકસ્માતોની સંખ્યા ઘટી હોત.









