અમદાવાદ જિલ્લામાં દેત્રોજ પોલીસ મથકના પીઆઈ ઈન્સ્પેક્ટર એ.એસ.ગઢવી તથા અ.પો.કો. જયહિંદસિંહ કપુરસંગનાઓને સંયુક્ત રાહે બાતમી મળેલ કે, ગુંજાળા ગામ ખાતે બરીયફ જવાના રોડ ઉપર આવેલ ખેતરમાં બોરવાળા મકાન (ઓરડી)ના ધાબે કેટલાક શખ્સો ભેગાં કરીને ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે. જેથી દેત્રોજ પોલીસ મથકના સ્ટાફની ટીમે તુરત જ હકીકતવાળી જગ્યાએ જઈને રેઈડ કરતાં (1) અમરસિંહ ભાવુભા ઝાલા રહે. ગુંજાલા, તા.દેત્રોજ (2) સુર્યસિંહ તખતસિંહ ઝાલા રહે.રૂદાતલ તા. દેત્રોજ (3) વિનોદકુમાર સોમાભાઈ પટેલ રહે. અમરપુરા તા.દેત્રોજ (4) ભરતભાઈ અમરતભાઈ પ્રજાપતિ રહે. કડી, જિ.મહેસાણા (5) દિલીપભાઈ અંબાલાલભાઈ કડીયા રહે. કડી, જિ. મહેસાણા (6) અનિલકુમાર અંબાલાલભાઈ પટેલ રહે. કુંડાળ ગામ તા. કડી (7) જયંતીભાઈ મણીલાલ પ્રજાપતિ રહે. દેવુસણા તા.કડી નામના તમામ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે તમામ શખ્સોની અંગઝડતી તેમજ જુગારના દાવ ઉપર કુલ 1 લાખ 16 હજારનો મુદ્દામાલ કબજે લઈ લીધો હતો. તેમજ જુગારી શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.



  • Follow us on: