દેત્રોજ તાલુકાના સંગપુરા ગામે છેલ્લાં 21 વર્ષથી ફરજ બજાવતાં આચાર્ય નીરૂબેન વાસુદેવભાઈ ભટ્ટ વયમર્યાદાને કારણે નિવૃત થતાં તેઓના શાળા પરિવાર દ્વારા આજે શાળામાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય તરીકે ફરજ બજાવવાની સાથે તેમની સાદગી અને વિદ્યાર્થીઓ સાથે હમેંશા વ્હાલસોયા વર્તન,કર્મનીષ્ઠ કર્મચારી તરીકેની ફરજ પુર્ણ કરી જતાં વેળાએ શાળાના વિદ્યાર્થી (બાળકો) તેમજ સંગપુરા ગ્રામજનો પણ રીતસરના રડી પડયાં હતાં. વિદાયમાન કર્મચારીને મહાનુભાવો,શાળા પરિવાર વતી ભેટસોગાદો આપવામાં આવી, સન્માન કરાયું હતું અને આગળનું જીવન નિરોગી,ખુશખુશાલ રીતે પસાર કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગને લઈ બી.આર.સી કોર્ડીનેટર યોગેશસિંહ, સહિત શાળાના સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



  • Follow us on: