- માંડવીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
- અનેક સોસાયટીઓમાં પાણી જ પાણી
- માંડવીના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા
માંડવીમાં 12 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા,માંડવીનો કચ્છ હાઈવે નદીમય બની ગયો હતો,તો માંડવીની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે,રસ્તાઓ બેટમાં ફેરવાયા છે,પશુઓ પણ રોડ પર પાણીના પ્રવાહમાં તણાતા જોવા મળ્યા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે નદીના પાણી પણ રોડ પર આવી ગયા છે,જેના કારણે આવી સ્થિતિનું સર્જન થયું છે.
હાઈવે પર પાણી જ પાણી
કચ્છ માંડવી હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે,તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે,સાથે સાથે સ્થાનિકોનું કહેવું છે કે,સામાન્ય વરસાદમાં પણ અહીંયા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.દર વખતની જેમ આ વખતે પણ આ વિસ્તાર પાણીના બેટમાં ફેરવાઈ ગયો હતો,ત્યારે સ્થાનિકો આશા રાખીને બેઠા છે કે,જલ્દીથી આ પાણી ઉતરે,નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ પાણીમાં ધોવાઈ ગયો છે.અને કરોડો રૂપિયાનું એંધાણ પણ થયું છે.

જાણો આજે કયા જિલ્લામાં કરાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી,જામનગર, પોરબંદર,દ્વારકા,જૂનાગઢ,રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ડીપ ડિપ્રેશન,ઓફશૅર ટ્રફ અને મોનસુન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ.
હમીસર તળાવ છલકાયું
ભુજનાં હ્રદય સમાં હમીરસર તળાવ કે જેના સાથે કચ્છીઓની ભાવનાઓ જોડાયેલી હોય છે જેના કારણે જ્યારે પણ હમીરસર છલકાય છે ત્યારે સમગ્ર કચ્છવાસીઓની સાથે બૃહદ કચ્છવાસીઓ પણ એને વધામણા કરવા માટે ઉત્સુક હોય છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હમીરસર તળાવ છલકાયું છે. અહીં કલેક્ટર દ્વારા ભુજની શાળાઓ અને કચેરીઓમાં પણ સરકારી જાહેર રજા જાહેર કરવામાં આવે છે. હમીરસર છલકાયાથી ભુજ નગરપાલિકા દ્વારા મેઘલાડુ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.









