- માણસામાં આ 51માં રથયાત્રા હતી
- દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો : ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું
- વહેલીસ વારે ભગવાનની પુજા આરતી વિધી પુર્ણ કરી નિજમંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું
માણસામાં આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળી હતી. બેન્ડવાજા, ભજન કિર્તન અને વેશભુષા સાથે નિકળેલી ભવ્ય રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી.
જેના દર્શનાર્થે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ દર્શનની સાથેસાથે પ્રસાદનો પણ લાભ લીધો હતો. માણસાના કોઠારી ચકલા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી દર વર્ષની માફક આ વર્ષેપણ રથયાત્રાનું આયોજન કરાયુ હતું. અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નિકળ્યા હતા. માણસામાં આ 51માં રથયાત્રા હતી. વહેલીસ વારે ભગવાનની પુજા આરતી વિધી પુર્ણ કરી નિજમંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું.










