- રાજ્યમાં હાર્ટએટેકને કારણે મોતની અનેક ઘટનાઓએ વધારી ચિંતા
- તાજેતરમાં પાલીતાણાના યુવાન શિક્ષકનું થયું હતું હાર્ટએટેકથી મોત
- કસીનની અસર પર ICMR દ્વારા પણ સંશોધન થઈ રહ્યું: માંડવિયા
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં હાર્ટએટેકને કારણે મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં યુવાનોના મોતથી હડકંપ મચી ગયો છે. હજુ ગઈકાલે જ પાલીતાણાના એક યુવાન શિક્ષકનું હાર્ટએટેકને કારણે મોત થયું હતું. ત્યારે, ફરી એકવાર વેક્સીનની આડઅસરને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ છે. ત્યારે, કોરોના વેક્સીનની આડઅસરને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે.
વેકસીનની અસરના કારણે હાર્ડ એટેકની ઘટનાઓ બની રહી હોવાની બાબત પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે વેકસીનની અસર પર ICMR દ્વારા પણ સંશોધન થઈ રહ્યું છે. વેકસીનની અસર ઓછી છે કે તેની આડ અસર છે તે બાબત ખોટી છે. વેકસીનની અસર પરના રિસર્ચ બાદ જ ખ્યાલ આવી શકે કે જે હાર્ટએટેકથી મૃત્યુ થયા છે તેના પાછળ સાચું કારણ શું છે.










