ભરૂચના ઝઘડિયામાં બાળકીના દુષ્કર્મ બાદ મોત મુદ્દે રાજકારણ ગરમાયું છે,જેમાં સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષી દળો પર પ્રહાર કર્યા છે અને કહ્યું કે,વિપક્ષે આવા સમયે રાજનીતિ ન કરવી જોઇએ તેમજ કોંગ્રેસના સમયમાં માત્ર કાગળ પર કાર્યવાહી થતી હતી,ભાજપ સરકારમાં આરોપીઓ સામે કાર્યવાહી થાય છે,ચૈતર વસાવાની ટિપ્પણી અંગે મનસુખ વસાવાએ કહ્યું કે,પંજાબમાં આપની સરકાર છે ત્યાં શું થાય તે જુઓ અને સાંસદ મનસુખ વસાવાએ કરી આરોપીની ફાંસીની માંગ.

[[$googlead]]

પોલીસે રિમાંડની કરી માંગ
ભરૂચના ઝઘડિયામાં બળાત્કારી વિજય પાસવાનના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો છે. અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજની કોર્ટમાં આરોપીને રજૂ કરાતા પોલીસે વધુ 10 દિવસના રિમાન્ડ માગ્યા છે.ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મનો કેસમાં આરોપી વિજય પાસવાનને કોર્ટમાં રજૂ કરાયો છે. આરોપીના 5 દિવસના રિમાંડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે વધુ 10 દિવસના રિમાંડની માગ કરી છે.

એક મહિના અગાઉ પણ બાળકી સાથે આવુ કર્યુ હતું
પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, આરોપી પાસેથી વિગતો મેળવવાની બાકી છે. ઇજા પહોંચાડવા વપરાયેલ સળીયો રિકવર કરવાનો બાકી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, નરાધમ વિજયે એક મહિના અગાઉ પણ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જે તે સમયે પરિવાર સમાજમાં બદનામીના ડરથી ચૂપ રહ્યો હતો. જેના કારણોસર આરોપીની હિંમત વધતા તેને બીજી વખત પણ બાળકી સાથે કુકર્મ કર્યું હતું. આ હવસખોરે સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો પણ નાખ્યો હતો.

વતનમાં કરાઈ અંતિમ વિધી
દુષ્કર્મ પીડિત બાળકીના મોત બાદ માતા-પિતા ક્યાંય પણ નજર નથી પડી રહ્યા. હાલમાં આ મામલે બાળકીના પિતા સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રૂમ આગળ કોઈપણ પરિવારજન દેખાતું નથી. બીજી તરફ મળેલી માહિતી મુજબ બાળકીનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. પેનલ પીએમ બાદ મૃતદેહ બાળકીના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવાર મૃતદેહ લઈ મોડી રાત્રે વતન જવા રવાના થયો હતો. બાળકીની અંતિમ વિધિ વતનમાં જ કરવામાં આવી.
  • Follow us on: