અમદાવાદમાં પરિણીત મહિલા પતિના ત્રાસનો ભોગ બની. શહેરમાં રહેતી એક પરિણીત મહિલા પતિની અઘટિત માંગણીઓ અને વિચિત્ર હરકતોથી કંટાળીને આખરે 181 અભયમ હેલ્પલાઈનનો સહારો લીધો. 181 અભયમ મહિલા હેલ્પલાઈનને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાનો કોલ આવ્યો.આ મહિલાએ ફોન પર જણાવ્યું હતું કે, તેના પતિ વારંવાર ઘરે આવીને તેને હેરાન કરે છે. 181 અભયમમના સ્ટાફ મહિલાના ઘરે ગઈ તેના પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો.
પતિના ત્રાસથી લીધો અભયમનો સહારો
મહિલાએ જણાવેલ સરનામે 181 અભયમ ટીમ તાત્કાલિક પહોંચી ગઈ. પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના લગ્નને 10 વર્ષ થયાં હતાં અને તેમને કોઈ સંતાન ન હતું. મહિલાના પતિ કોઈ કામ-ધંધો કરતા ન હતા. પીડિતાએ પોતાનું એક મકાન લીધું હતું, જેમાં બન્ને પતિ-પત્ની રહેતાં હતાં. મહિલાના પતિ ફોનમાં પોર્ન વિડિયો જોતા અને તે જ રીતે મહિલાને શારીરિક સુખ આપવા હેરાન કરતા હતા તેમજ પથારીમાં અવારનવાર બાથરૂમ કરી જતા હતા. ઉપરાંત, તેમની કૌટુંબિક જમીન વેચતાં જે પૈસા આવ્યા હતા, તે મહિલાના પતિ અને સાસુએ તેમની પાસે રાખી લીધા હતા.
પતિની અઘટિત માંગણીઓ અને હરકતોથી કંટાળેલા બહેને પતિથી અલગ રહેવાનું શરૂ કર્યું, છતાં પતિ દરરોજ પીડિતાના ઘરે આવી પીડિતાને હેરાન કરતા અને લગ્ન સમયે આપેલા ઘરેણાંની માંગણી કરતા હતા. પીડિતાએ આ વિષય પર વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન સમયે આપેલ તમામ ઘરેણાં સાસુએ લઈ લીધા હતા છતાં પતિ તે ઘરેણાની માંગણી કરતા હતા. પીડિતાના માતાએ શ્રીમંતના 5 દાગીના આપ્યા હતા એ ઘરેણાંની માંગણી પણ પતિ દ્વારા કરવામાં આવતી હતી. આ સિવાય પીડિતા બહેન પાસે રહેલા બીજા ઘરેણાં બહેને પોતે આત્મનિર્ભર બની, પૈસા કમાઈને લીધા હતા.