ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને પવિત્ર 51 શક્તિપીઠમાંના એક એવા અંબાજી મંદિરે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર દાન-ભેટ અર્પણ કરતા હોય છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના રાજુલાના નિવાસી અને પરમ માઇભક્ત વાસંતીબેન નવીનચંદ્ર વાવડિયાએ મા અંબાના ચરણોમાં ચાંદીની પાદુકા અર્પણ કરી પોતાની ભક્તિ વ્યક્ત કરી છે.

મા અંબાના ચરણોમાં ચાંદીની પાદુકા અર્પણ કરી

વાસંતીબેન વાવડિયાએ મંદિર પરિસરમાં પહોંચીને શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને વિધિવત રીતે આ ચાંદીની પાદુકા સોંપી હતી.માતાજીના ચરણોમાં ધરાવવામાં આવેલી આ ચાંદીની પાદુકાનું કુલ વજન અંદાજે 360 ગ્રામ થાય છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂપિયા 82,800 આંકવામાં આવી છે.

ચાંદીની પાદુકાનું કુલ વજન અંદાજે 360 ગ્રામ 

અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા સોના-ચાંદીના અલંકારો, છત્ર અને રોકડ સ્વરૂપે ગુપ્ત તથા પ્રત્યક્ષ દાન કરવાનો મહિમા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોના-ચાંદીના દાનની યોગ્ય પહોંચ આપીને ચાંદીની પાદુકાનો સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દાતા પરિવારની મનોકામના પૂર્ણ થાય તે માટે આશીર્વાદ સહ આભાર વ્યક્ત કરાયો હતો.

આ પણ વાંચો: Bharuch: પંડવાઈ સુગર ફેક્ટરીની 15 બેઠકો માટે આગામી 5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી