બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પંથકમાંથી સ્વાસ્થ્યને લઈને એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અંબાજીના દાંતા ખાતે આવેલા વાલ્મિકી મહોલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાએ અસળ ભરડો લીધો છે. મહોલ્લામાં અગાઉથી જ 6થી 7 બાળકો ડેન્ગ્યુની ઝપેટમાં હોવાનું સામે આવ્યું હતું, ત્યારે તહેવારોના આ માહોલ વચ્ચે બાળકોમાં વધુ બે નવા કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે.
ખાનગી હોસ્પિટલમાં બાળકો સારવાર હેઠળ
પ્રાપ્ત વિગતો અનુસાર વાલ્મિકી મહોલ્લામાં અગાઉ અનેક બાળકો બીમાર પડ્યા હતા અને હવે નવા બે બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક ધોરણે વધુ અને ઉચ્ચ સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોમાં એવી પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો મહોલ્લાના અન્ય બાળકો પણ આ જીવલેણ રોગની ઝપેટમાં આવી શકે છે.
