અમરેલી જિલ્લામાં બે દિવસના ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ પુનઃ રૌદ્ર અને મનમોહક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને ખાંભા ગીર પંથકના ગ્રામીણ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતાં સમગ્ર વિસ્તાર જળબંબોળ થઈ ગયો છે. હવામાનમાં અચાનક આવેલા પલટા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી જંગલ અને ગ્રામ્ય વિસ્તારનું વાતાવરણ આહલાદક બની ગયું છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી ભાણિયા ગામની નદી બે કાંઠે

ખાંભા તાલુકાના ગીદરડી, ભાણિયા સહિતના આસપાસના ગ્રામીણ પંથકોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. ગીર જંગલ અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે ભાણિયા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે અને નદીમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે.

Meghmeher in Khambha Gir Panthak of Amreli

ચેકડેમ છલકાયો, ખેડૂતોમાં હરખની હેલી

ગીરના જંગલ વિસ્તારમાં થયેલા સાર્વત્રિક અને સારા વરસાદના પરિણામે ભાણિયા ગામનો સ્થાનિક ચેકડેમ પણ સંપૂર્ણ ભરાઈને છલકાઈ ગયો છે. લાંબા સમયના વિરામ અને આતુરતાપૂર્વકની રાહ જોયા બાદ આટલો પોષક વરસાદ વરસતાં ખાંભા પંથકના ખેડૂતોમાં ભારે ખુશી અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. આ વરસાદથી વાવેતર કરેલા ચોમાસુ પાકને મોટું જીવનદાન મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો