ગુજરાતના અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા (Rajula) તાલુકાના કોવાયા (Kovaya) ખાતે બનેલી કોપર કેબલ લૂંટ (Copper Cable Robbery) નો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મરીન પીપાવાવ પોલીસે (Marine Pipavav Police) તપાસનો ધમધમાટ ચલાવીને આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓ (6 Accused) ને ઝડપી પાડ્યા છે.
સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ધાડ પાડી હતી
આરોપીઓએ કોવાયા ખાતે સિક્યુરિટી ગાર્ડ (Security Guard) ને બંધક બનાવીને કોપર કેબલની ધાડ પાડી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી કાર, ટ્રેક્ટર અને બાઈક સહિતના સાધનો જપ્ત કરીને કુલ 11.24 લાખ (11.24 Lakh) રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
