અમરેલી શહેરમાં ગેરકાયદેસર પેશકદમી અને દબાણો સામે સ્થાનિક વહીવટી તંત્રે મોટું મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું છે. અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર આવેલી લીલીયા રોડ ચોકડી અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ખડકાઈ ગયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા અચાનક બુલડોઝર અને જેસીબી (JCB) મશીનો સાથે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
લીલીયા રોડ ચોકડીથી પેશકદમી જમીનદોસ્ત કરાઈ
સ્ટેટ હાઈવેની સરકારી જમીન તથા રસ્તાની બંને બાજુએ કરાયેલા કાચા-પાકા ગેરકાયદે દબાણો અને પેશકદમી પર તંત્રે બુલડોઝર ફેરવી દીધું છે. હાઈવે પર વાહનોની સરળ અવરજવર અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી હાથ ધરાયેલી આ દબાણ હટાવો ઝુંબેશથી હાઈવે રસ્તો ખુલ્લો અને પહોળો કરવામાં આવ્યો છે. તંત્રની આ સરપ્રાઈઝ કામગીરીથી દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

