અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વનરાજ સિંહોનું સામ્રાજ્ય સતત વધતું જોવા મળી રહ્યું છે. ધારી નજીક આવેલ પ્રખ્યાત ગળધરા ખોડિયાર મંદિર પાસે એકસાથે સિંહોનું મોટું ટોળું વિહરતું કેમેરામાં કેદ થતાં વાઇલ્ડલાઇફ પ્રેમીઓમાં ભારે રોમાંચ જોવા મળ્યો છે.
‘સિંહના ટોળા ન હોય’ કહેવતને વનરાજોએ પાડી ખોટી
સામાન્ય રીતે ગુજરાતીમાં ‘સિંહના ટોળા ન હોય’ તેવી કહેવત ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ધારીમાં જોવા મળેલા આ દ્રશ્યોએ આ કહેવતને સાવ ખોટી પાડી દીધી છે. એકસાથે અનેક સિંહોનો પરિવાર રાજશાહી અંદાજમાં એકસાથે વિહરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ અદભુત નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.
