આજના આધુનિક અને ડિજિટલ યુગમાં બાળકો સતત મોબાઈલ સ્ક્રીન અને વિડીયો ગેમ્સમાં વ્યસ્ત રહે છે, જેના કારણે આપણી પરંપરાગત અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી જૂનવાણી રમતો લુપ્ત થતી જાય છે. આ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને પુનઃજીવંત કરવા માટે અમરેલીમાં એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી છે. રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરીયાએ ખુદ બાળકોની વચ્ચે પહોંચીને પરંપરાગત રમતો રમી હતી અને તમામનું ધ્યાન આ તરફ ખેંચ્યું હતું.
ઊર્જામંત્રી અને દિગ્ગજ નેતાઓએ બાળકો સાથે માણ્યો બાળપણનો આનંદ
અમરેલીમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં માત્ર મંત્રી જ નહીં પરંતુ દિગ્ગજ રાજકીય નેતાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઊર્જામંત્રી કૌશિક વેકરીયાની સાથેસાથે સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પણ બાળકો સાથે ખભેથી ખભો મિલાવીને મેદાનમાં ઉતર્યા હતા.




