અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના એક્શન મોડમાં જોવા મળ્યા છે. ધનસુરા પ્રાથમિક શાળા નંબર 1માં કલેક્ટરે અચાનક મુલાકાત લઈને શૈક્ષણિક વ્યવસ્થા અને મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિ સામે આવતાં કલેક્ટર લાલઘૂમ થયા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.

ગેરરીતિ સામે આવતાં કલેક્ટર લાલઘૂમ

શાળાની આકસ્મિક મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજન યોજનાની કામગીરીમાં ગેરરીતિ સામે આવી હતી. સરકારી યોજનાના અમલીકરણમાં બેદરકારીને ગંભીરતાથી લેતાં કલેક્ટરે જવાબદારો સામે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી

ગેરરીતિના મામલે નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજનાના સંચાલકને તાત્કાલિક દૂર કરવા માટે પણ કલેક્ટરે કડક સૂચના આપી છે.

શાળાના આચાર્ય સામે પણ કાર્યવાહીનો આદેશ

મધ્યાહન ભોજનની ગેરરીતિ મામલે શાળાના આચાર્ય સામે પણ નિયમોનુસાર કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે. કલેક્ટરની આકસ્મિક તપાસ બાદ સંબંધિત જવાબદારો સામે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે.

સરકારી યોજનામાં બેદરકારી નહીં ચલાવાય

કલેક્ટરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી યોજનાઓના અમલીકરણમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. શાળાની વ્યવસ્થા અને બાળકોને મળતી સુવિધાઓમાં નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે. 


આ પણ વાંચો :   Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ