બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી બનાસ બેંક (બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક) ના સંચાલક મંડળની આગામી પાંચ વર્ષની મુદત માટે ચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી દ્વારા 23 નવેમ્બર ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જ્યારે 24 નવેમ્બરે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ થશે. સહકારી મંડળીઓ અને સંસ્થાઓ પાસેથી પ્રતિનિધિઓનાં નામ, જરૂરી ઠરાવ તેમજ પ્રમુખ કે મંત્રીની સહી-સિક્કા સહિતના દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયા સાથે મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી આગળ ધપાવાઈ છે.
ઉમેદવારી પત્રો, ચકાસણી અને ચિહ્ન ફાળવણીની તારીખો
જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ત્યારબાદ 3 ડિસેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 4 ડિસેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે આખરી ઉમેદવારોની યાદી તથા ચૂંટણી ચિહ્નો જાહેર કરવામાં આવશે.
