બનાસકાંઠા જિલ્લામાં આઈઆરએમ (IRM) કંપની દ્વારા સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા પ્રતિ કિલો સીએનજી પર આશરે રૂ.6 નો ધરખમ વધારો ઝીંકવામાં આવતા નવો ભાવ રૂ.94 ને પાર પહોંચી ગયો છે. અચાનક કરવામાં આવેલા આ ભાવવધારાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

પેસેન્જર વાહનચાલકોની કમર ભાંગી

મોંઘવારીના આ સમયમાં અચાનક થયેલા આ ભાવવધારાથી ખાસ કરીને ઓટો રિક્ષા, ટેક્સી અને પેસેન્જર વાહન ચલાવતા ચાલકોની સ્થિતિ કફોડી બની છે. રોજનું કમાઈને રોજ ખાતા આ શ્રમજીવી વાહનચાલકોના દૈનિક બજેટ પર આ વધારાની સીધી અને ગંભીર અસર પડી છે. ઇંધણના ભાવ વધવાથી તેમનું દૈનિક નફાનું પ્રમાણ ઘટી ગયું છે, જેથી ઘરચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

Motorists angry as fuel prices rise in Banaskantha

વાહનચાલકોનો આક્રોશ અને રોષ

સંદેશ ન્યૂઝની ટીમે સ્થાનિક સીએનજી વાહનચાલકો સાથે ખાસ વાતચીત કરીને તેમની વ્યથા જાણી હતી. ચાલકોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અવારનવાર થતા આવા ભાવવધારાથી તેમના ખીસા પર ભારે બોજ પડી રહ્યો છે. મોંઘવારીના માર વચ્ચે આ વધારાથી તેમની કમર ભાંગી પડી છે અને સરકારે કે ગેસ કંપનીઓએ સામાન્ય જનતા અને નાના વાહનચાલકોના હિતમાં ભાવમાં રાહત આપવી જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો