આબુરોડ સ્થિત વ્યસ્ત રેલ્વે સ્ટેશન ચાર રસ્તા પર એક અત્યંત રોમાંચક અને ફિલ્મી સ્ટાઈલ જેવો ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા અફરાતફરી મચી ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ફંગોળાયો

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવક ટક્કર વાગતાની સાથે જ હવામાં ઘણા ફૂટ ઊંચે ફંગોળાયો હતો અને રોડ પર પટકાયો હતો. આ ઘટનાના રુવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે.

https://youtu.be/qeOPwL5CBIE

ઈજાગ્રસ્ત બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડાયો

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાઇક ચાલક યુવકને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં દરિયાપુરમાં SMCની રેડનો મામલો, આરોપીઓને ઘી કાંટા મેટ્રો કોર્ટમાં હાજર કરાયા...