બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાંથી અનાજની ગેરકાયદે હેરાફેરીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક શંકાસ્પદ પીકઅપ વાહનને અટકાવવામાં આવ્યું હતું અને તેને પોલીસ મથકે લાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પીકઅપમાંથી મળી આવ્યા ચોખાના 55 કટ્ટા

પોલીસ દ્વારા ઝડપાયેલા વાહન (નંબર GJ 08 AY 4214) ની તલાશી લેવામાં આવતા તેમાંથી સસ્તા અનાજની દુકાનનું હોય તેવું શંકાસ્પદ અનાજ મળી આવ્યું હતું. આ વાહનમાંથી અંદાજે 55 જેટલા ચોખાના કટ્ટા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ સ્થાનિક પુરવઠા વિભાગને આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી છે.

Banaskantha News: Pickup Van Seized with Suspicious Ration Goods in Dantiwada

ગરીબોના અનાજની હેરાફેરી સામે અનેક સવાલો

સરકાર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદો માટે ફાળવવામાં આવતું અનાજ ક્યાંથી ચોરી છૂપીથી કાઢવામાં આવ્યું હતું અને ક્યાં વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યું હતું તેને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આ કૌભાંડ પાછળ કોણ સંડોવાયેલું છે, તે જાણવા માટે હવે સૌ કોઈની નજર પુરવઠા વિભાગની તપાસ પરી મંડાયેલી છે.


આ પણ વાંચો: Banaskantha News: શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોજાશે વિશેષ પ્રક્ષાલન વિધિ, ભાદરવી પૂનમના મહામેળા બાદ સફાઈ કરાશે