બનાસકાંઠા જિલ્લાના ધાનેરા-માલોત્રા ત્રણ રસ્તા પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક જ સ્થળ પર અચાનક 4 વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર ટક્કરમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તો અને મૃતકની સ્થિતિ
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં મોતને ભેટનાર કમનસીબ વ્યક્તિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટનામાં ઘવાયેલા 3 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે અન્ય મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.


