બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. પાલનપુરમાં છેલ્લા 10 દિવસમાં જ ડેન્ગ્યુના 6 થી વધુ પોઝિટિવ દર્દીઓ સપડાતાં સ્થાનિક રહીશોમાં ભય અને તંત્રમાં હડકંપ વ્યાપી ગયો છે. ડેન્ગ્યુના વધતા જતા કેસોને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ તુરંત જ એકશન મોડમાં આવી ગયું છે.

ડોર-ટુ-ડોર સર્વે અને પોરાનાશક કામગીરી તેજ

ડેન્ગ્યુના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ડોર-ટુ-ડોર હેલ્થ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરોમાં ભરાયેલા પાણીના પાત્રો તપાસીને પોરાનાશક કામગીરી તેમજ તીવ્ર ફોગિંગ કામગીરી તેજ કરી દેવામાં આવી છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાવી શકાય.

Mosquito-borne disease spreads in Palanpur-Deesa

પાલનપુર-ડીસામાં વધારાનો સ્ટાફ તૈનાત

જિલ્લામાં મચ્છર નિયંત્રણ અને વેક્ટર કન્ટ્રોલ માટે કુલ 479 વિશેષ આરોગ્ય ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. કેસોનું પ્રમાણ વધુ હોય તેવા પાલનપુર અને ડીસા શહેરી વિસ્તારોમાં વધારાની 10 કટોકટી વેક્ટર કન્ટ્રોલ ટીમો ખાસ તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને પોતાના ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા અને મચ્છરથી બચવાના તકેદારીના પગલાં લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો