આવતીકાલે બનાસકાંઠાના ભીલડી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના આ આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ખાસ અવસરે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશભરના ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરવામાં આવશે. આવતીકાલના દિવસને 'પીએમ કિસાન ઉત્સવ' તરીકે ઉજવવામાં આવશે, જેને લઈને ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાષ્ટ્રીય એકતા દિવસ અને 'રન ફોર યુનિટી'નું આયોજન
આવતીકાલે 31 ઓક્ટોબરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં પણ વિશેષ આયોજનો કરાયા છે. સવારના સમયે જિલ્લાની તમામ તાલુકા પંચાયત બેઠક પરથી 'રન ફોર યુનિટી' (એકતા માટે દોડ)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકો ઉત્સાહભેર જોડાશે.
