સુરતના બારડોલીમાં બનેલ સામુહિક હત્યાકાંડના મામલે SITની રચના કરવામાં આવી છે. મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવારના 6 લોકોને નહેરમાં નાખી દેવાના આ મામલાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને SITની રચના કરી છે. સમગ્ર મામલો મહારાષ્ટ્રના બનાવટી ઇન્સ્યોરન્સ મામલા સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા મહારાષ્ટ્રમાં બોગસ ઇન્સ્યોરન્સ પોલિસી ઉતારી ક્લેમ પકવવાના મામલે આ સામુહિક હત્યાકાંડ કરવામાં આવ્યો હોવાની વિગત છે, જેના કારણે તપાસની દિશામાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
IPS અક્ષય એન્જીન્યરના નેતૃત્વમાં તપાસ કમિટી
માંડવીના IPS અક્ષય એન્જીન્યરને સમગ્ર મામલાની તપાસ સોંપાઈ છે. SITની રચનામાં IPS સહિત અન્ય 3 PIને પણ સામેલ કરાયા છે. તપાસ કમિટીમાં LCB PI પાંચાણી, SOG PI ઓડેદરા અને બારડોલી રૂરલ PI જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની વિગતો તપાસવા અને કડીઓ જોડવા માટે SITની ટીમો દ્વારા સંકલન સાથે કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
