ભરૂચ ખાતે આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં ભ્રષ્ટાચારનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકે દવાના નવા હોલસેલ લાઇસન્સ મેળવવા માટે અરજી કરી હતી. આ લાઇસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા અને મંજુરી આપવાના બદલામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશ્નર પ્રકાશ પોસનાની (વર્ગ-1) અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ દ્વારા રૂ. 50,000 ની લાંચની કાયદેસરની માગણી કરવામાં આવી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં ભ્રષ્ટાચાર
ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે તુરંત નર્મદા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરીને સમગ્ર મામલે લેખિત ફરીયાદ નોંધાવી હતી.ફરિયાદીની કાયદેસરની ફરિયાદના આધારે નર્મદા ACB ની ટીમે રચેલા આયોજન મુજબ ભરૂચ ખાતે મદદનીશ કમિશ્નરની ચેમ્બરમાં જ લાંચનું છટકું (Trap) ગોઠવવામાં આવ્યું હતું.
