ભરૂચ જિલ્લાના ઉદ્યોગનગરી ગણાતા અંકલેશ્વર પંથકમાંથી એક ચિંતાજનક અને રહસ્યમય ઘટના સામે આવી છે. અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલી ડંપિંગ સાઇટ પર અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. ખાસ કરીને ચોંકાવનારી વાત એ છે કે માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં આ જ ડંપિંગ સાઈટ પર આગ લાગવાની આ બીજી ઘટના છે, જેના કારણે આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ભડકોદ્રા ડંપિંગ સાઈટ પર આગના આકાશી દ્રશ્યો આવ્યા સામે

પ્રાપ્ત વિગતો અનુસાર, ભડકોદ્રા ગામની હદમાં આવેલી આ ડંપિંગ સાઈટ પર અચાનક આગ ભભૂકી ઉઠતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ દૂર-દૂર સુધી નજરે પડી રહી હતી. આ આગના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે આગ કેટલી વિકરાળ સ્વરૂપમાં હતી. કચરા અને નકામા પદાર્થોના જથ્થાને કારણે આગે ઝડપથી આસપાસના વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો હતો.

બે દિવસમાં બીજી વખત આગ, કારણ હજુ પણ અકબંધ

સૌથી મોટો સવાલ એ છે કે માત્ર બે દિવસ અગાઉ જ આ જ જગ્યાએ આગ લાગી હતી અને હવે ફરીથી અચાનક આગ ફાટી નીકળવીએ અનેક શંકા-કુશંકાઓને જન્મ આપે છે. ડંપિંગ સાઈટ પર વારંવાર આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ અને રહસ્યમય બન્યું છે. સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારે બાર-બાર આગ લાગવાથી પર્યાવરણ અને સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય સામે પણ મોટો ખતરો ઊભો થયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો