ભરૂચ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક મથક ગણાતા અંકલેશ્વર જીઆઇડીસી (Ankleshwar GIDC) વિસ્તારમાંથી આગની એક ગંભીર ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDC માં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના સોલ્વન્ટ ડિસ્ટીલેશન પ્લાન્ટમાં આ આગ લાગવાને કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ
આગની આ દુર્ઘટનાને પગલે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી હતી. હાલ ઘટનાસ્થળે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
