ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે કેમિકલનો વેપાર કરતા તત્વો સામે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર નજીક આવેલા કાપોદ્રા પાટિયા પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં 'ગુરુદેવ એન્ટરપ્રાઇઝ' નામના ગોડાઉનમાં અચાનક હાથ ધરવામાં આવેલી આ તપાસ દરમિયાન શંકાસ્પદ કેમિકલની આખી લાઇન-દોરી ખુલ્લી પડી ગઈ હતી.
2,130 કિલો કેમિકલ અને આઇસર ટેમ્પો સહિત 10.34 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી કેમિકલયુક્ત પ્લાસ્ટિકની થેલીઓનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન કુલ 2,130 કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું. આ ઉપરાંત, માલની હેરફેર માટે વપરાતા એક આઇસર ટેમ્પો સહિત કુલ રૂ. 10.34 લાખનો મુદ્દામાલ પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કર્યો છે.

