ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર બનાવથી ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિણીતાએ પ્રેમસંબંધ બાંધવા ઇન્કાર કરતા આરોપીએ પીડિત પરિવારને તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી અને ત્યારબાદ 2 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. આંગણે રમતી બાળકીનું અપહરણ કરીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.
પિતાના મિત્ર સુરેન્દ્રકુમારની અટકાયત, 4 દિવસના રિમાન્ડ
સગીરાના પિતાના મિત્ર દ્વારા જ આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. દહેજ પોલીસે ગુનાને ગંભીરતાથી લઈને પરપ્રાંતિય સુરેન્દ્રકુમાર ની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
