ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ માર્ગ પરથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જંબુસર-આમોદ રોડ પરથી પસાર થઈ રહેલી એક સ્વીફ્ટ કારના ચાલકે વાહન પરથી અચાનક સ્ટિયરિંગનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી આ કાર રોડની બાજુમાં આવેલા એક મોટા ઝાડ સાથે ધડાકાભેર અથાઈ હતી, જેના કારણે અકસ્માતનું કદ એટલું ભયાનક હતું કે કારના આગળના ભાગના કુરચે કુરચા બોલી ગયા હતા.

યુનુસ ભાઈ ઉમરાજવાલાનું મોત, રફીક ભાઈ વડોદરા હોસ્પિટલ રીફર

આ અકસ્માતમાં કારમાં સવાર યુનુસ ભાઈ ઉમરાજવાલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમનસીબ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા રફીક ભાઈ ધોબીકુવાને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો અને 108ની ટીમ દ્વારા તેમને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.

જંબુસર પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ શરૂ

ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવૂર્વવત કરાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધીને આ દુર્ઘટના કયા સંજોગોમાં સર્જાઈ તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો