ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાંથી એક મોટી રાહતજનક ઘટના સામે આવી છે. જંબુસરના કોરાથી પાંચકડા રોડ ઉપર આવેલા એક વરસાદી કાસમાં પૂરપાટ જતી ઇકો કાર અચાનક ખાબકતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે ગાડીમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થતા મોટી હોનારત ટળી ગઈ હતી.
કોરા ગામના લોકો દોડી આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર ઇકો કાર કાસમાં પડી જવાની ઘટના બનતા જ આસપાસના કોરા ગામના જાગૃત લોકો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
