ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જંબુસર-લીમજ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈકચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બાઈક રસ્તા કિનારે આવેલી રેલિંગ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ભયાનક ટક્કરમાં બાઈકચાલક યુવક રસ્તા પર પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પેટ્રોલ પુરાવવા નીકળેલા કાવા ગામના યુવકનું નીપજ્યું મોત

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકની ઓળખ કાવા ગામના રહેવાસી જયેશભાઈ જગદીશભાઈ રાઠોડ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, જયેશભાઈપોતાના બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા, તે દરમિયાન કાળચક્ર ફરી વળતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે કાવા ગામમાં અને મૃતકના પરિવારજનોમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હાથ ધરી તપાસ

ઘટના અંગેની જાણ થતાં જ જંબુસર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂરી કાગળિયા કરી યુવકના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને પોસ્ટ મોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ