ભરૂચ શહેરના અત્યંત વ્યસ્ત એવા નર્મદા ચોકડી વિસ્તારમાં એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક સવાર રસ્તા પર પટકાતાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બાઇક સવારનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત
અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓ થવાના કારણે બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે નર્મદા ચોકડી વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

