ભાવનગર મહાનગરપાલિકા (BMC) ના દબાણ હટાવ વિભાગ દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચાવડીગેટ વિસ્તારમાં લાંબા સમયથી પાવરહાઉસની દીવાલને અડીને ખડકાઈ ગયેલા કાચા-પાકા ગેરકાયદે દબાણો અને પેશકદમી પર મનપાની ટીમે બુલડોઝર ફેરવી દીધું હતું. આ દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો.

Bhavnagar Municipal Corporation's 'Remove Pressure' campaign

રસ્તો ખુલ્લો કરાયો, વાહનચાલકોને રાહત

ચાવડીગેટ અને પાવરહાઉસ આસપાસ ગેરકાયદેસર દબાણોના કારણે અવારનવાર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાતી હતી. મનપાની ટીમ દ્વારા જેસીબી (JCB) ની મદદથી તમામ દબાણો દૂર કરીને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો છે. રસ્તો પહોળો થતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોએ ટ્રાફિકની સમસ્યામાંથી રાહત અનુભવી છે.

Bhavnagar Municipal Corporation's 'Remove Pressure' campaign

એક જ જગ્યાએ વારંવાર થતાં દબાણો સામે કાયમી ઉકેલની માગ

જોકે, સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં એ વાતની ભારે ચર્ચા જાગી છે કે મનપા દ્વારા દબાણો દૂર કર્યાના થોડા જ દિવસોમાં અસામાજિક તત્વો કે ફેરિયાઓ દ્વારા પુનઃ એ જ જગ્યા પર દબાણ કરી દેવામાં આવે છે. આથી, માત્ર કામચલાઉ ડિમોલેશન કરવાને બદલે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ જગ્યા પર કાયમી અને નક્કર કાર્યવાહી (જેમ કે ફેન્સિંગ કે સખત પેટ્રોલિંગ) કરવામાં આવે તેવી અપીલ લોકમુખે થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો