તહેવારોના દિવસો નજીક આવતાં જ ભાવનગર શહેરનું ફૂડ વિભાગ સફાળું જાગ્યું છે. તહેવારો દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગની ટીમે શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનોમાં અચાનક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ફરસાણ બનાવવામાં વપરાતા ગરમ તેલની ગુણવત્તા ચકાસવા સાથે વિવિધ ફરસાણના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.

તેલ અને ફરસાણના નમૂના બરોડા લેબોરેટરીમાં મોકલાયા

ફૂડ વિભાગની ટીમે રસાલા કેમ્પ વિસ્તારની અનેક દુકાનોમાંથી વારંવાર વપરાતા ગરમ તેલ તેમજ વેચાણ માટે રાખવામાં આવેલા ફરસાણના શંકાસ્પદ નમૂના લીધા હતા. એકત્ર કરવામાં આવેલા આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ અર્થે બરોડા સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

The system woke up before the festivals in Bhavnagar

ત્રણ મહિના બાદ રિપોર્ટ આવ્યા પછી થશે કાનૂની કાર્યવાહી

લેબોરેટરીમાં મોકલવામાં આવેલા નમૂનાઓનો રિપોર્ટ આવવામાં અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગશે. ફૂડ અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબ રિપોર્ટ આવ્યા બાદ જો કોઈપણ વેપારીના નમૂના સબ-સ્ટાન્ડર્ડ કે ભેળસેળયુક્ત જણાશે અથવા ફેલ થશે, તો તેમની સામે કાયદાકીય કલમો હેઠળ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો