ભાવનગર જિલ્લામાં ચર્ચાસપદ બનેલા લઠ્ઠાકાંડના બનાવ બાદ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા (SP) નિતેશ પાંડેય દ્વારા પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એસ.પી. દ્વારા એક જ આદેશમાં જિલ્લાના કૂલ 8 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે, જેને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મહુવા, પાલીતાણા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોના PI ની બદલી 

જાહેર કરાયેલા બદલીના આદેશ મુજબ મહુવાના PI એચ.કે. સોલંકીની વરતેજ ખાતે અને પાલીતાણાના PI બી.એમ. કરમટાની મહુવા ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગારીયાધારથી આર.ડી. રબારીને પાલીતાણા, સોનગઢથી જે.આર. દેસાઈને સિહોર અને સિહોરથી કે.એ. ગઢવીને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે પાલીતાણા ટાઉનના SB મુસારની ગારીયાધાર ખાતે બદલી કરાઈ છે અને લીવ રિઝર્વમાં રહેલા J.R. ગોરને સોનગઢ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ છે.

એચ.બી. ચૌહાણને બોરતળાવથી LCB માં સ્થાન અપાયું 

આ મહત્ત્વપૂર્ણ બદલીઓમાં બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PI એચ.બી. ચૌહાણને ત્યાંથી ખસેડીને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ખાતે મૂકવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને થાળે પાડવા તેમજ આંતરિક શિસ્ત જાળવવાના ભાગરૂપે આ સામુહિક બદલીઓ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો