ભાવનગર ચર્ચિત લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની તપાસ વચ્ચે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. લઠ્ઠાકાંડ મામલે વધુ સઘન પૂછપરછ અને તપાસ અર્થે SMC ની ટીમે મેળવેલા 9 આરોપીઓના 2 દિવસના ફરધર રિમાન્ડ આજે પૂરા થતાં, કોર્ટના આદેશથી તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે.
SMCએ વધુ પૂછપરછ માટે માંગ્યા હતા રિમાન્ડ
લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા અને કેમિકલ સપ્લાય નેટવર્ક અંગે વધુ ખુલાસા કરવા માટે SMCની ટીમ દ્વારા કોર્ટ પાસે તમામ આરોપીઓના ફરધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે અગાઉ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ મુદત દરમિયાન પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી કૌભાંડ સંબંધિત મહત્વના પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો.

