ભાવનગર મહાનગરપાલિકા (મનપા) ની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓ વધારવાના હેતુથી વિવિધ વિભાગોના મળીને કુલ રૂપિયા 5 કરોડ 70 લાખના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરની સ્વચ્છતા અને કચરા નિકાલની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અંતર્ગત રૂપિયા 1.71 કરોડના આધુનિક મશીનો ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી હતી.
દ્વારા લેવામાં આવ્યો આ વિશેષ નિર્ણય
બાળકોના ઉત્તમ શૈક્ષણિક અને શારીરિક વિકાસ માટે મનપા દ્વારા વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તાર તેમજ ઇન્દિરા નગરમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ સ્માર્ટ આંગણવાડીઓ બનવાથી સ્થાનિક ભૂલકાંઓને રમત-ગમત સાથે આધુનિક પ્રાથમિક શિક્ષણનો લાભ મળશે.
