ભાવનગર જિલ્લાના મહુવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કર્મચારીઓ પર થયેલા હુમલાના ચકચારી કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી SMCની ટીમમાંથી બે કર્મચારીઓને જાહેરમાં અને રૂમમાં પૂરીને ઢોરમાર મારવાના આરોપસર મુખ્ય આરોપી બુટલેગર લાલજી બારૈયા સહિત કુલ ૭ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે મહુવા ટાઉન પોલીસે દરોડે બાંધીને મુખ્ય આરોપી લાલજી બારૈયાને ઘટનાસ્થળે લઈ જઈ આખી ઘટનાનું સઘન રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પોલીસે આરોપી પાસે હાથ જોડીને મગાવી માફી
રેડ દરમિયાન પોલીસ ટીમ પર હુમલો કરનાર કુખ્યાત બુટલેગર લાલજી બારૈયા રિકન્સ્ટ્રક્શન સમયે કાયદાના રક્ષકો સામે એકદમ નમતો જોવા મળ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેણે પોલીસ અધિકારીઓ અને જનતા સમક્ષ બે હાથ જોડીને “મારાથી ભૂલ થઈ છે, એક ભૂલ માફ કરી દો” તેમ કહીને જાહેર માફી માગી હતી. અગાઉ પોલીસ પર રોફ જમાવનાર બુટલેગરને હવે પોતાની ભૂલનું ભાન થતાં તે કરગરી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
