કચ્છના મુન્દ્રા વિસ્તારમાં પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે આશરે 15 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કુલ 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી વાહનો મળી આવ્યા હતાં.જે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો.પોલીસે ઘટનાસ્થળેથી એક ટ્રક,એક આયસર,બે કાર અને એક મોટરસાયકલ સહિત કુલ 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આટલી મોટી માત્રામાં વાહનો અને દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.













