બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા માર્કેટ યાર્ડની કામગીરી અંગે એક અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને બોટાદ માર્કેટ યાર્ડ સતત બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તહેવારો દરમિયાન ખેડૂતો, વેપારીઓ અને કર્મચારીઓ ઉત્સવની ઉજવણી કરી શકે તે હેતુથી યાર્ડનું તમામ કામકાજ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હરાજી સહિતની તમામ કામગીરી રહેશે બંધ
જાહેરનામા મુજબ 14 સપ્ટેમ્બરના રોજ પવિત્ર સંવત્સરી અને ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી તેમજ 15 સપ્ટેમ્બરના રોજ ઋષિ પંચમનો તહેવાર હોવાથી માર્કેટ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહેશે. આ બે દિવસ દરમિયાન યાર્ડમાં થતી તમામ પ્રકારની જણસીઓની હરાજી, ખરીદ-વેચાણ તથા વહીવટી કામગીરી સ્થગિત રાખવામાં આવશે. તેથી આ દિવસોમાં યાર્ડમાં કોઈ પણ પ્રકારનો વેપાર-રોજગાર થશે નહીં.
