બોટાદમાં ભાવનગર રોડ રેલવે ફાટક નજીક એક મહિલાએ પોતાના બે બાળકો સાથે ટ્રેન નીચે પડતું મૂકતાં ચકચાર મચી ગઈ છે. બોટાદથી ધોળા તરફ જઈ રહેલી માલગાડી નીચે પડતું મૂકવાની આ ઘટનામાં મહિલાનું અને તેની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. તેને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યું છે.
માલગાડી નીચે પડતું મૂક્યું
પ્રાથમિક માહિતી મુજબ, મહિલા પોતાના પુત્ર અને પુત્રી સાથે બોટાદથી ધોળા તરફ જઈ રહેલી માલગાડીની નીચે આવી હતી. ઘટનાની જાણ થતાં બોટાદ ટાઉન પોલીસ અને રેલવે પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
