બોટાદના નામચીન હિરા બજારમાં એક ડાયમંડ ચોરીનો મામલો સામે આવ્યો છે. હિરા બજારમાં રૂ.5 કરોડના હિરાની ચોરીનો બનાવ બન્યો છે. બાવળા પોલીસ અને એલસીબીની ચાંપતી નજરથી આ હિરા ચોરીને અંજામ આપનાર આરોપીઓને દબોચી લેવાયા છે.

બોટાદના હિરા બજારમાં એક બે નહિં પરંતુ રૂ.5 કરોડના હિરાની ચોરીને અંજામ આપ્યો હતો. પરંતુ ખાખી વર્દીની બાજ નજર સામે ચોરોની ચાલાકી ન ચાલી. આ ચોરીના બનાવથી બનેલી આ ચકચારી ઘટના સામે પોલીસ તથા એલસીબીએ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી.

બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી

તેમજ બાતમીના આધારે પોલીસે આ રૂ.5 કરોડોના હિરાની ચોરી કરનાર 3 આરોપીઓને રંગેહાથ પકડવાની એક યોજના બનાવી. જેમાં પોલીસ કામયાબ રહી અને ચોરોની અટકાયત કરી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે.

બાવળા પોલીસ અને એલસીબીએ 5 કરોડના હિરા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તેમજ આરોપીઓની ધરપકડ કરી આગળની તપસા હાથ ધરહી છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે આ ચોરીની ઘટનામાં હજુ કોણ સંડોવાયેલુ છે. તથા આગળ કઈ ઘટનાને અંજામ આપવાના હતા.

5 કરોડના હિરાની ચોરીનો ભેદ ઉકેલાયો

જોકે, આ 5 કરોડના ચોરી કરેલા હિરાને કઈ જગ્યાએ વેંચવાના હતા કે શું તેની આગળ તપાસ કરી રહી છે. આગળ કેટલી ગુનાખોરીને અંજામ આપી ચૂક્યા છે અને આપવાના હતા તેની પણ તપાસ કરી રહી છે.હાલ બાવળા પોલીસ અને એલસીબી સતર્કતાથી 5 કરોડના હિરા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો